નાની ખાવડીનો યુવાન પત્નીને પરેશાન કરતો હોય પતિ સમજાવવા જતા ઉગ્ર બોલાચાલી હત્યા સુધી પહોચી.
ટંકારા PGVCLના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં જનકસિંહ વિક્રમસિંહ ઝાલા (ટંકારા) સામે હત્યાનો ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગત પ્રમાણે જામનગરના નાની ખાવડીના બલભદ્રસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ. વ. 21) ની મોડી રાત્રે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યાં અનુસાર આરોપી જનકસિંહ મૃતકના પત્નીને હેરાન કરવા મામલે સમજાવવા આવ્યો હતો. જેમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં આરોપી જનકસિંહે મૃતક બળભદ્રસિંહ જાડેજાને ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. બનાવની જાણ થતાં જ પીઆઇ પી. ટી. જયસ્વાલ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે મૃતકના પિતાએ જનકસિંહ વિક્રમસિંહ ઝાલા સામે ગુનો નોંધાવ્યો છે.
ટંકારા અપાસરા શેરીમાં રહેતાં અને PGVCL ટંકારામાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા યુવાને હત્યા કરી હોવાની વાતથી ટંકારામાં ચકચાર મચી જવા પામી છે. મળતાવડા સ્વભાવના જનકસિંહ બધા સાથે હસતાં મોઢે વાત કરી વહેવાર સાચવતાં હોય અચાનક તેણે છરીના ધા ઝીંકી હત્યા કરી હોય આ વાત નગરજનોને માન્યમા આવતી નથી. આ યુવાન કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી પણ કરતો હતો.