મોરબીના સમાજિક કાર્યકર દ્વારા
મોરબીમાં આવેલ પોસ્ટ ઓફિસ સામે આવેલ ગાંધીબાગ માં ટુ વ્હિલરો અને મોટર સાયકલની ચોરી થતી હોવાથી તેમજ ગાંધીજીના સ્ટેચ્યુ પાસે અંધકાર છવાયેલ હોવાથી કાયમી ધોરણે લાઈટો તથા સીસીટીવી કેમેરા મુકવા માટે સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ વગેરે દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસર પત્ર લખી રજૂઆત કરી છે કે હાલ મોરબીમાં આવેલ પોસ્ટની સામે ગાંધીબાગમાં વાહનનો પાકીંગ ની સુવીધા વેપારીઓ અને પોસ્ટ ઓફીસ તથા બેંકે આવનારા લોકો માટે સુવીધા રાખવામાં આવી છે. અને વેપારીઓ તથા આવેલ લોકો પોતાનું વાહન આ પાર્કીંગમાં લોક મારીને રાખેલ હોવા છતા કોઈ લુખા તત્વો આવા લોક તોડીને મોટર સાઇકલોની ઉઠાંતરી કરી જાય છે. મોટર સાયકલ બહાર રોડ ઉપર રાખીએ તો પોલીસ વેન આવીને વાહનો ટોઈંગ કરી લઇ જાય છે ત્યારે લોકોને દંડ ભરવો પડે છે જેથી આવો દંડ ન ભરવો પડે તે કારણસર વાહન પાર્કીંગમાં રાખેલ હોય તેમ છતાં વાહનો ઉઠાવી જાય છે. જેથી ગાંધીબાગમાં સારી મરકયુરી લાઇટ અને સી.સી.ટી.વી. કેમેરા અને એક ચોકીદાર પણ મુકવાની અત્યંત જરૂર હોય જેથી શહેર મોરબી નગર પાલીકા તેમજ બીજી અન્ય કોઇ કચેરીના અંડરમાં જો આવતુ હોય તો તે કચેરી દ્રારા કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.