મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં આરોપીઓએ પોતે નિર્દોષ હોવાથી પોતાને છોડી મૂકવા ડિસ્ચાર્જ અરજી કરી હતી. જેની સામે ટ્રેજેડી વિક્ટીમ એસોસીએશન દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં તમામ આરોપીઓએ ગુન્હો કરેલો છે. તેથી નિર્દોષ છોડવામાં ન આવે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો છે.
આ મામલે ઝૂલતા પુલ ટ્રેજેડી વિક્ટીમ એસોસીએશનના વકીલ દિલીપભાઈ અગેચાણીયા એ જણાવ્યું હતું કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસનો મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. જે કેસમાં પોલીસે દસ આરોપીની ધરપકડ કરી છે. જે આરોપીઓએ પોતે નિર્દોષ હોય અને પોતાને છોડી મૂકવા માટે ડિસ્ચાર્જ અરજી કરી છે. જે અરજી મામલે મોરબી ઝૂલતા પુલ ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં વકીલોએ જણાવ્યું છે કે કોર્ટે પાસે પૂરતા પુરાવા છે તેમજ તમામ આરોપીઓએ પોતે ગુનો કરેલ છે અને આ કેસમાં નિર્દોષ છોડવામાં ન આવે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો છે તેમ ઝૂલતા પુલ ટ્રેજેડી વિકટીમ એસોસિએશન વકિલ દિલીપ અગેચાણીયાએ જણાવ્યું છે. તેમજ આગામી સુનાવણી તારીખ ૩૧/૧૨/૨૦૨૪ ના રોજ નિયત કરવામાં આવી છે.