મોરબીની પીપળીયા ચોકડી પર પાસે લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ભારે વાહનોની અવરજવરનાં કારણે અકસ્માત પણ થતા હોવાથી આ સ્થળે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લઇ કાયમી થતી ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત થયેલ લોકોને છુટકારો અપાવે તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે.
મોરબી-માળિયાની વચ્ચે આવેલ અને નવલખી અને જામનગર તરફ વધુ વાહનોની અવર જવર થાય છે તેવા પીપળીયા ચાર રસ્તા પર લોકોને હવે નીકળું મુશ્કેલ બન્યું છે. હજારો ટ્રક અહીથી પસાર થતા હોવાના કારણે રોજ બરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય છે. જેના કારણે સામાન્ય લોકોને આ રસ્તા પરથી નીકળવું મુશ્કેલ બની ગયું છે. આટલું જ નહિ ઘણી વખત પુરપાટ ઝડપે જતા ટ્રક ચાલકોના કારણે અહીં અકસ્માતોના બનાવો પણ સામે આવતા હોય છે. જયારે બસમાં કે અન્ય પેસેન્જર વાહનોમાં જતા આવતા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેતા હોય છે અને ન છૂટકે તેઓએ વાહન છોડીને ચાલતા ટ્રાફિકની બહાર નીકળીને અન્ય વાહન પકડવું પડે છે. લોકોને આમ ડબલ ભાડા પણ ખર્ચવા પડે છે અને સમયનો પણ ખૂબ વ્યય થાય છે. જેથી આ ટ્રાફિકથી સમસ્યાથી હેરાન પરેશાન થયેલ લોકો દ્વારા ટ્રાફિકનું સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવે તે માટે પોલીસ યોગ્ય ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.