મોરબીના મહેન્દ્રનગર ગામમાં એક ગૌ માતા દેવલોક પામ્યા હતા. ત્યારે મહેન્દ્રનગર એકતા એજ લક્ષ્ય સંગઠનના કાર્યકર્તાઓએ ગાય માતાને સમાધિ આપવાનું કાર્ય કર્યું હતું. જે તકે સંગઠનના સમાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
મહેન્દ્રનગર ગામમાં તા. ૧૦/૧૨/૨૦૨૪ ને મંગળવારના રોજ એક ગૌ માતા દેવલોક પામ્યા હતા. તેમને સમાધી આપવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. જે સમાધી કાર્યમાં એકતા એ જ લક્ષ્ય સંગઠનના કાર્યકર્તા સાગર ધામેચા, કેતનભાઈ બોપલિયા, રણછોડભાઈ ઓડિયા (સાહેબ), રસિકભાઈ (લાડવા વાળા), બિપીનભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સૌ ગૌ ભક્તોએ ગાય માતાના દિવ્ય આત્માને ભગવાન શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.