Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી નગરપાલિકામાં વેરો ન ભરનાર વધુ ૧૮ ડિફોલ્ટરની યાદી જાહેર કરાઈ

મોરબી નગરપાલિકામાં વેરો ન ભરનાર વધુ ૧૮ ડિફોલ્ટરની યાદી જાહેર કરાઈ

મોરબી નગરપાલિકાએ મિલકતવેરો બાકી ધરાવનારા વધુ ૧૮ મિલકત-માલિકોની યાદી જાહેર કરી છે. બાકી વેરા વસુલવા નોટિસો તથા માંગણા બિલોની બજવણી બાદ પણ રકમ ભરપાઈ ન થતા હવે આ મિલકતો પર જપ્તી અથવા ટાંચના પગલાં લેવામાં આવશે. મોરબી નગરપાલિકાએ મિલકતોના વેરા બાકી હોવા છતાં રકમ ભરપાઈ ન કરનારાઓ સામે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ, 1963 ની કલમ 133(1) હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકાના હાઉસ ટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબતી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો સહિતના કર અને વેડફાણ ફી માટે આ મિલકતોના માલિકોને અનેક વાર નોટિસો મોકલવામાં આવી હોવા છતા રકમ ન ભરનારા માલિકોને આ સાથે યાદી બહાર પાડી હવે પછીની કામગીરીમાં મિલકત જપ્તી અથવા ટાંચની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નગરપાલિકાએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે આ યાદી જાહેર કરવા માટે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની કાનૂની અવરોધ ટાળવા કાર્યવાહી કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

 

આ સાથે ૧૮ મિલકતોના માલિકોની વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં વોરા અસગરઅલી અબ્બાસભાઈ, ગોપાલભાઈ ગોરધનભાઈ તથા અન્ય, આદ્રોજા ભાણજીભાઈ ઠાકરશીભાઈ અન્ય 2, પટેલ ગોવીન્દભાઇ નરશીભાઇ, જનકબેન હસમુખરાય, જીતેન્દ્ર પાનાચંદ, તવસી પોપટ, કરમશી ખોડા, કરમશી ખોડાભાઇ તથા અન્ય બે, પટેલ યોગેશ સુન્દરજી અન્ય-1, પરમાર મનજીભાઇ મુલજીભાઇ તથા અન્ય એક, ઓમ બિલ્ડર્સના ભા. કાથરાણી અશોકભાઈ લાલજીભાઇ તથા અન્ય-1, રુડાણી છોટાલાલ પરમાનદ, રુડાણી મનહરલાલ છોટાલાલ, મહેતા નાથાભાઈ શામજી, જય ભારત ટાઇલ્સ, મહેતા પવિણચન્દ્ર હરીલાલ, મનહર ટાઇલ્સ, દિનુભાઇ દેવકરણભાઇ, મીરા ગાલીચા ટાઇલ્સ,આ ઉપરાંત બાકી વેરાની વસૂલાતમાં વિલંબ કરતી અન્ય મિલકતો સામે પણ આવી જ રીતે આગામી દિવસોમાં યાદી જાહેર કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!