ટંકારાના સજનપર ગામે જૂની અદાવતનો ખાર રાખી આરોપીએ લાકડી વડે યુવાન ઉપર હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે, જેમાં આરોપીએ યુવકને ‘શેરીમાંથી નીકળવાનું નહીં’ કહીને લાકડી વડે બેફામ માર મારી યુવકનો પગ ભાંગી નાખ્યો હતો, ત્યારે સમગ્ર બાબાવ બાબતે ભોગ બનનાર યુવક દ્વારા ટંકારા પોલીસ મથકમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે.
ટંકારા તાલુકાના ઘુનડા(સજનપર) ગામે રહેતા મેરુભાઈ વિનોદભાઈ પાટડીયા ઉવ.૨૪ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી મયુરભાઈ જેન્તીભાઈ પરેચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે મેરુભાઈ ગઈ તા.૦૮/૧૨ના રોજ સજનપર પાણીના સંપ પાસે ગયા હોય ત્યારે આરોપી મયુરભાઈએ અગાઉની માથાકુટનો ખાર રાખી મેરુભાઈને ‘શેરીમાંથી નીકળવાનુ નહી’ તેમ કહી જેમફાવે તેમ ગાળો આપી લાકડી વડે પગમા તથા શરીરે આડેધડ માર મારી ગોઠણ પાસે ફેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, ત્યારે ટંકારા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.