મોરબી બી ડિવિઝન પોલીસના ત્રણ દરોડા અને હળવદ પોલીસના એક દરોડામાં કુલ ચાર આરોપીઓ સામે પ્રોહી.નો કેસ નોંધાયો
મોરબી બી ડિવિઝન પોલીસે રણછોડનગર પાણીના ટાંકા પાસે આરોપી સનીભાઈ નવીનભાઈ મારુણીયાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૨ બોટલ મળી આવી હતી, આ સાથે આરોપી સનીભાઈ નવીનભાઈ મારુણીયા રહે. નવલખી રોડ રણછોડ નગર પાણીના ટાંકા પાછળની અટક કરવામાં આવી છે,
જ્યારે બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે રણછોડ નગર પાણીના ટાંકા પાછળ રહેતા આરોપી દિગ્વિજયસિંહ જાડેજાના કબ્જાવાળા રહેણાંક મકાને દરોડો પાડતા વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની ૨ બોટલ કિ.રૂ.૧૧૨૨/-મળી આવી હતી, જ્યારે આરોપી દિગ્વિજયસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા રહે. મોરબી-૨ શોભેશ્વર રોડ મધુસ્મૃતિ સોસાયટીવાળો પોલીસના દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત ત્રીજા દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી-૨ ભડિયાદ રોડ નજરબાગ રેલ્વે ફાટક પાસેથી આરોપી વિજયભાઈ શિવાભાઈ મકવાણા ઉવ.૨૭ રોયલ ચેલેન્જની પાંચ બોટલ સાથે પકડાઈ જતા વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
જ્યારે ચોથા દરોડામાં હળવદના સુંદરગઢ ગામે પૂર્વ બાતમીને આધારે પોલીસે આરોપી રમણિકભાઈ ઉર્ફે મુન્નો ના રહેણાંક મકાને રેઇડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૮૦મીલીની ૫ બોટલ મળી આવી હતી. ત્યારે આરોપી રમણીકભાઇ ઉર્ફે મુન્નો ઉર્ફે બુધ્ધો અવચરભાઇ ઉર્ફે કાળુભાઇ શીપરા પોલીસની રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવ્યો છે. હાલ પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.