Thursday, December 12, 2024
HomeGujaratગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા આગામી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ એ નવમાં સમૂહ લગ્નોત્સવનું...

ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા આગામી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ એ નવમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન

મોરબી શહેરમાં અસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે એક અનોખો, અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા આગામી તા. ૧૩-૦૨-૨૫ ના ગુરુવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરિયાવરમાં દીકરીઓને સોના ચાંદી સહીત ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ તરફથી ૧૪ વર્ષથી વિવિધ સેવાકાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ સેવાકાર્ય શ્રી દેવકરણભાઈ આદ્રોજા અને શ્રી ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી શરૂ થયેલ. આ સેવાયજ્ઞ મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ૧૪ કેન્દ્રો દ્વારા ચાલી રહેલ છે. અને આ સેવાકાર્યોને મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, લાયન્સ ક્લબના સભ્યો અને સમાજના દરેક સ્તરમાંથી ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે.

આ સેવાયજ્ઞમાં સૌથી શિરમોર પ્રવૃત્તિ સમૂહલગ્નની છેલ્લા ૮ વર્ષથી શરૂ કરવામાં આવી છે, જેમાં અસહાય વિધવા મહિલાઓ, વિધુર અને સમાજના વંચિત વર્ગની દીકરીઓના પ્રતિ વર્ષ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દીકરીને અંદાજે રૂ. ૧ લાખની કિંમતની ઘરવખરી, કબાટ, પલંગ, ગાદલા, ઓશીકા, રસોડાની તમામ ચીજવસ્તુઓ, પાંચ સાડી, પાંચ ડ્રેસ, મેકઅપના શણગારના સાધનો સહિતની સહાય કરવામાં આવે છે. તથા દરેક યુગલ દીઠ ૬૦ વ્યક્તિઓ આ શુભ અવસરમાં લાભ લઇ શકે તે મુજબ ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

મોરબીના ઉમાઝ બ્યુટી પાર્લરના શ્રીમતી ઉમાબેન સૌમૈયા દ્વારા દરેક દીકરીઓને નિ:શુલ્ક દુલ્હનનો શણગાર સજી, તૈયાર કરી આપવામાં આવે છે. આ ૮ વર્ષોમાં ૨૮૫ થી વધારે દીકરીઓને શ્વસુરગૃહે વળાવવામાં આવી હોવાનું જણાવેલ છે.

આગામી તા. ૧૩-૦૨-૨૫ ના ગુરુવારે આ મુજબના નવમાં સમૂહલગ્નનું આયોજન કરેલ છે. અને આ વર્ષે મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને લાયન્સ ક્લબના સભ્યો તરફથી કરિયાવર ઉપરાંત સોના ચાંદીના ઘરેણાઓ પણ આપવામાં આવશે.

આ સમૂહલગ્નમાં જોડાવવાની ઈચ્છા હોય તેઓ વર કન્યાના ૨ ફોટા, બન્નેના જન્મતારીખના ઓરીજીનલ દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, માતા–પિતા તથા બ્રાહ્મણનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ચુટણી કાર્ડની ઝેરોક્ષ, કન્યાની બેંક પાસબૂકની ઝેરોક્ષ, માતા–પિતાનો મરણ દાખલો જે મુજબના ડોક્યુમેન્ટ સાથે ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબમાં સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!