માળીયા(મી) પોલીસ, એલસીબી/પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે સયુંકતમાં રેઇડ કરી રોકડા ૫,૮૨૦/- સાથે બે ઇસમોને પકડ્યા, કપાત આપતા અન્ય એકનું નામ ખુલ્યું
માળીયા(મી) માં પોસ્ટ ઓફિસથી આગળ વાગડીયા ઝાંપા પાસે અમુક ઈસમો વરલીફીચર્સના આંકડાનો જુગાર રમતા હોવાની મળેલ બાતમીને આધારે મોરબી એલસીબી/પેરોલ સ્ક્વોડ ટીમ તથા માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા સયુંકતમાં ઉપરોક્ત સ્થળે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી વર્લી ફિચર્સના આંકડાઓ નોટબુકમાં લખી પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી સિકંદર સુભાનભાઈ જેડા ઉવ.૨૪ રહે. માળીયા(મી) મોટી બજાર ખોજખાના વાળી શેરી તથા કાસમભાઈ હુસેનભાઈ સંધવાણી ઉવ.૨૩ રહે. માળીયા(મી) વાડા વિસ્તાર વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, પોલીસે રોકડા રૂ.૫,૮૨૦/-તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે બંનેની અટક કરી છે, વધુમાં પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણના આરોપી સરફરાઝ ઉર્ફે સલીમ ખોખર પાસે કપાત કરાવતા હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.