મોરબી એલસીબી ટીમે દરોડો પાડી કુલ ૬ ઈસમો સામે ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ કેસ નોંધાવ્યો
મોરબી એલસીબી ટીમે પૂર્વ બાતમીને આધારે ટંકારા તાલુકાના નેસડા(ખા) ગામે રેઇડ કરી કુલ ત્રણ જુગારીને પકડી લીધેલ હતા, જ્યારે અન્ય ત્રણ ઈસમો પોલીસને દૂરથી જોઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ સાથે પોલીસે કુલ ૬ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં જુગાર અંગેનો કેસ દાખલ કરાવી ફરાર ત્રણ આરોપીઓને પકડી લેવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળેલ કે ટંકારા તાલુકાના નેસડા(ખા)ગામે ડેમી નદી જવાના રસ્તે ખરાબાની ખુલ્લી જગ્યામાં અમુક ઈસમો જાહેરમાં જુગાર રમે છે. જે મુજબ તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જુગરીઓમાં નાસભાગ મચી ગયી હતી, ત્યારે ત્રણ આરોપીઓ નારણભાઇ પ્રાગજીભાઈ ભાડજા ઉવ.૫૪ રહે.નેસડા(ખા), ઓધવજી માધવજી જીવાણી ઉવ.૬૪ રહે.ખાનપર ગામ તથા પ્રવીણભારથી નારણભારથી ગોસ્વામી ઉવ.૭૦ રહે.રાજપર ગામ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ઇબ્રાહિમભાઈ ગુલામભાઈ સંધી રહે.નસીતપપર, મુકેશભાઈ ધીરુભાઈ કોળી રહે.નેસડા(ખા) તથા શૈલેષભાઇ સવજીભાઈ ઘોડાસરા રહે.ખાનપર વાળા ત્રણેય આરોપીઓ દરોડા દરમિયાન ભાગી જતા પોલીસે સ્થળ ઉપરથી રોકડ ૩૭,૫૦૦/- કબ્જે લઈ કુલ ૬ આરોપીઓ સામે ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવી ધોરણસરની કામગીરી છે.