મળતી માહિતી અનુસાર મૂળ ઓડીસા રસજયના સુલતાનપુરા પોસ્ટ મહાન્ગાના વતની હાલ વાંકાનેરના સરતાનપર રોડ વોરોલી પ્લાસ્ટ નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ગૌતમ નિરંજન બિસ્વાલ ઉવ.૨૬ એ ગઈકાલ તા.૧૨/૧૨ના રોજ કોઈ અગમ્ય કારણોસર વોરોલી પ્લાસ્ટ કારખાનાના કમ્પાઉન્ડમાં આવેલ પીપળાના ઝાડ સાથે દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આપઘાત કરવા પાછળના કારણો તપાસવા તપાસની તજવીજ હાથ ધરી છે.