મોરબી પર ફર્લો સ્ક્વોડ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી બનાસકાંઠા જિલ્લાની થરાદ ચોકડી ખાતેથી પકડી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી સબબ એ ડિવિઝન પોલીસ મથકમાં સોંપી આપેલ છે.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને બાતમી મળેલ કે વર્ષ ૨૦૨૨ માં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ નો ધાયેલ ગુનામાં આરોપી પ્રકાશભાઇ સૈતાનારામ શાહુ (રાજસ્થાન) વાળો હાલે બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના થરાદ ચોકડી પાસે હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા ઉપરોક્ત સ્થળે તપાસ કરતા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી પ્રકાશભાઇ સૈતાનારામ શાહુ ઉવ.૨૫ રહે.પોલનીયા કિ ઢાણી ચુરાગામ તા.જી.જાલોર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં સોલ્વ તજવીજ હાથ ધરી છે.