કુલ ૬ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો,
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ચોરીના મોટર સાયકલ સાથે રીઢા વાહન ચોર ઇસમને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે પકડાયેલ વાહન ચોર પાસેથી અન્ય પાંચ સહિત કુલ ૬ મોટર સાયકલ કબ્જે લઈ ૬ જેટલા મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસથી બાતમીદારો આધારે સીટી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ રાજદીપસિંહ રાણા, પો.કોન્સ કપીલભાઇ ગુર્જર, સિધ્ધરાજસિંહ જાડેજા તથા હિતેષભાઇ ચાવડાને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી ત્રિકોણબાગમાથી તેમજ તખ્તસિંહજી રોડ ઉપરથી અવાર નવાર મોટર સાયકલ ચોરી થયા અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે મોટર સાયકલ ચોરી કરનાર આરોપી વિમલ મેઘનાથી ચોરીનું એક મોટર સાયકલ લઈને મોરબી નવલખી રોડ ફાટક પાસે આવવાનો હોય જેથી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ અગાઉથી વોચમાં હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપી એક મોટર સાયકલ સાથે ત્યાંથી પસાર થતા તેને રોકી તેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ મોટર સાયકલ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી પકડાયેલ આરોપીની સઘન પુછપરછ કરતા તેને આ સિવાય અન્ય પાંચ મોટરસાયકલ ચોરી કરેલ હોય અને આ મોટર સાયકલ મોરબી નવલખી રોડ ઉપર બાવળની ઝાડીમા વેચવા સારૂ રાખી દીધેલ હોય જેથી તે જગ્યાએ તપાસ કરતા ૫ સહિત કુલ ૬ મોટરસાયકલો મળી આવતા આરોપી વિમલભાઇ રમણીકગીરી મેઘનાથી ઉવ.30 રહે.મોરબી સામાકાંઠે નિલકંઠ સોસાયટી મુળ રહે.નાની વાવડી તા.ધોરાજી જી.રાજકોટની અટકાયત કરી કુલ ૧.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે.
પોલીસે આરોપી પાસેથી કબ્જે કરેલ મુદામાલમાં સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ એન્જીન નં.JAOSECE9A22056, ચેસીસ નં.MBLIA05E9A22634, સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ ચેસીસનં.MBLHA1OBWFHH15536 એન્જીન નં.HA10EWFHHO8343, સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ ચેસીસનં.MBLHA1OBWFHM72162 એન્જીન નં.HA10EWFHM63593, સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ ચેસીસનં.06LACFO7853 એન્જીન નં.06LACE07724, સુપર સ્પ્લેન્ડર મોટરસાયકલ ચેસીસનં.MBLIAO5EMD9M04866 તથા એન્જીન નં.JAOSECD9M 13172 તથા હોન્ડા ડીલકસ મોટરસાયકલ ચેસીસનં.MBLHA11ENA9K11449 તથા એન્જીન નં.HA11ECA9K20318 એમ કુલ ૬ મોટરસાયકલ કબ્જે લઈ આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.