Monday, February 24, 2025
HomeGujaratમોરબી તાલુકા પોલીસે ઇગ્લિશ દારુના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડયો

મોરબી તાલુકા પોલીસે ઇગ્લિશ દારુના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડયો

મોરબી તાલુકા જુના ઘુંટુ રોડ પરથી સીમ્પોલો સિરામીક ના ક્વાર્ટર પાસેથી માટી બોરીની આડમાં ઇગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રક ટ્રેલર માંથી ગણનાપાત્ર ઇગ્લિશ દારૂનો જથ્થો મોરબી તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. જેમાં પોલીસે કુલ ઇંગ્લિશ દારૂની બોટલો 336 કિંમત રૂ. 3,17,712, બિયર ટીન 72 કિંમત રૂ. 7200 તેમજ ટ્રેલર ની કિંમત રૂ. 10,00,000 ગણી કુલ 13,24,912 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે…..

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જીલ્લાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ તરફથી વધુમાં વધુ કેસો ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત આજરોજ પોલીસ ઇન્સ્પેકટર એન.આર.મકવાણાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે એક ટ્રેલર નં. RI-03- GA-7734 નો ચાલક પોતાના કબ્જાવાળા ટ્રેલરમાં માટીની બોરીની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી મોરબી તાલુકાના ઘૂંટ તરફ થી મોરબી બાજુ આવે છે. તેવી બાતમીના આધારે જુના ઘુંટુ રોડ સીમ્પોલો સીરામીકના કવાર્ટર પાસે વોચ ગોઠવી તે દરમ્યાન હકીકતવાળી ટ્રક/ટ્રેઇલર રજી.નં.RJ-03-GA-7734 વાળી નીકળતા જેને ઉભુ રાખવા ઇશારો કરી ટ્રેઇલર ઉભુ રખાવી ટ્રક/ટ્રેઇલરના ઠાઠામાં જોતા માટીની બોરીઓ ભરી હતી. જે બોરીઓને હટાવી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની કુલ અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ મી.લી. ની ઇંગ્લીશ દારૂ ની કાચ કંપની શીલપેક બોટલો નંગ-૩૩૬ કિંમત રૂ. ૩,૧૭,૭૧૨/-, બીયર ટીન નંગ-૭૨ કિં.રૂ.૭૨૦૦/-તથા ટ્રેઇલર રજી.નં. RJ-03-GA-7734 કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૩,૨૪,૯૧૨/- નો મુદ્દામાલ કબ્જે કરી નિયાઝ ધીસાજી કાઠાત ચાલકને વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ માટે પોલીસ સબ ઇન્સપેકટર એસ.એસ. સગારકા ચલાવી રહયા છે…

જેમાં પોલીસ ઇન્સેકટર એન.આર.મકવાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એન.સગારકા, એ.એસ.આઇ સબળસિંહ સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર, ચંન્દ્રસિંહ પઢીયાર, દેવશીભાઇ મોરી, પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઇ મકવાણા, રમેશભાઇ મુંધવા, કેતનભાઇ અજાણા, કુલદિપભાઇ કાનગડ, ભગીરથભાઇ લોખીલ, શક્તિસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સિધ્ધરાજભાઇ લોખીલ, દિપસિંહ ચૌહાણ, યશવંતસિંહ ઝાલા, અજયભાઇ લાવડીયા, યોગેશદાન ગઢવી દ્વારા કામગીરી કરવામાં આવી હતી….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!