ફરિયાદી સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મીએ સરકારી ક્વાર્ટર મેળવવા અરજી કરી હતી.પરંતુ સરકારી ક્વાર્ટર ન મળતાં મકાનભાડા માટે સરકારી ક્વાર્ટર ઉપલબ્ધ નથી તેવું પ્રમાણપત્ર મેળવવા માંગતા હોવાથી સિનિયર ક્લાર્ક દ્વારા પ્રમાણપત્રના બદલામાં ૫,૦૦૦ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જે લાંચ સ્વીકારતા એ.સી.બી.એ સિનિયર ક્લાર્ક ને પકડી પાડયો હતો.
મળતી માહિતી અનુસાર, ફરિયાદી રાજકોટ ખાતે ફરજ બજાવતા હોવાથી સરકારી કવાર્ટર મેળવવા કચેરીમાં આશરે પાંચેક માસ પહેલા કવાર્ટર માટેની અરજી કરી હતી. પરંતુ હાલ સુધી તેઓને કવાર્ટર ફાળવવામાં નહી આવતા પોતાને સરકારના ધારાધોરણ મુજબ મકાનભાડુ મેળવવા માટે રાજકોટ ખાતે સરકારી કવાર્ટર ઉપલબ્ધ નથી તેવુ પ્રમાણપત્ર કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગની કચેરીમાંથી મેળવી પોતાના ખાતાના વડાને આપવાનું હોવાથી ફરીયાદીએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ સિનિયર ક્લાર્કનો રૂબરૂ સંપર્ક કરતા રવી રાજુભાઈ મજેઠિયાએ સિનિયર કલાર્ક વર્ગ ૩ દ્વારા પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે રૂા.૫,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરાઇ હતી. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જે દરમ્યાન રવી મજેઠિયાએ ફરીયાદી સાથે વાતચીત કરી, લાંચની રકમ રૂા.૫,૦૦૦/- ફરીયાદી પાસેથી માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દૂર ઉપયોગ કરતા પકડી પાડવામાં આવ્યો હતો.
આ કામગીરી ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ કે.એચ.ગોહિલ ના સુપર વિઝનમાં ટ્રેપીંગ અધિકારી આર.એન.વિરાણી,
પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પોલીસ સ્ટેશન જામનગર તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી છે.