વાંકાનેરની હસનપર જાલી ચોકડી પાસે બેફામ ઝડપે આવતા ડમ્પરે રીક્ષાને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતની ઘટનામાં રીક્ષા સવાર બે મહિલાને પગના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ પહોંચી હતી, અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી ભાગી ગયો હતો, ત્યારે ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ડમ્પર ચાલક આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢ ગામે આંબેડકરનગરમાં રહેતા મંજુબેન ભીખાભાઇ પારધી ઉવ.૫૫ એ વાંકાનેર સીટી પોલીસ સમક્ષ આરોપી અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તા.૧૨/૧૨ના રોજ મંજુબેન તથા દાનીબેન બંને રીક્ષામા બેસી થાનથી વાંકાનેર તરફ જતા ત્યારે વાંકાનેરની હસનપર જાલી ચોકડીએ આરોપી અજાણ્યા ડમ્પરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી રીક્ષાની પાછળ ડમ્પર અથડાવી અક્સમાત કર્યો હતો. જે અકસ્માતમાં મંજુબેનને બંને પગે નળાના ભાગે ફેકચર જેવી ઇજા કરી શરીરે મુઢ ઇજા કરી તેમજ સાથે રહેલા દાનીબેનને પગની પેનીના ભાગે ઇજા પોહચાડી અક્સમાત કરી ડમ્પર ચાલક ડમ્પર ચલાવી નાશી ગયો હતો. હાલ પોલીસે નાસી ગયેલ આરોપી ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.