મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૩ ના નાકે શંકાસ્પદ હાલતમાં એક યુવક નીકળતા તેને રોકી તેની તલાસી લેતા યુવકના કબ્જામાંથી વેચાણ કરવાના આશય સાથે રાખેલ ડેનિસ બિયરના ૨ ટીન કિ.રૂ.૨૦૦/-મળી આવતા આરોપી શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા ઉવ.૨૭ રહે લાતી પ્લૉટ શેરી નં.૩ મોરબીવાળાની અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.