વાંકાનેર:મધ્યપ્રદેશ રાજ્યના મુળ વતની હાલ તાલુકાના જાલીડા ગામે મજુરી અર્થે આવેલ દંપતી, ખરીદી માટે વાંકાનેર શહેરમા આવેલ હોય ત્યાથી તેઓનો દીકરો તેનાથી વિખુટો પડી ગયેલ હોય જે બાળક વાંકાનેર સીટી પોલીસ ટીમની સી ટીમને મળી આવતા તુરંત ખોવાયેલ બાળકના માતા-પિતાને શોધી પુનઃમિલન કરાવ્યું હતું.
વાંકાનેર સીટી પોલીસ મથકની સી-ટીમ શહેર વિસ્તારમા પેટ્રોલીગમા હોય તે દરમ્યાન બે વર્ષનુ બાળક મળી આવ્યું હતું, જેથી મળી આવેલ બાળક બાબતે તપાસ શરૂ કરી ખોવાયેલ બાળકના માતા-પિતાને શોધવા કવાયત શરૂ કરી હતી, જે દરમિયાન મળી આવેલ બાળક શિવાંક ઉવ.આશરે ૨ વર્ષના માતા- પિતા રોહીતભાઈ શ્યામલાલ કોહલી તથા માતા આશાદેવી રોહીતભાઈ કોહલી રહે.મૂળ ખડ્ડી તા.સિદ્ધી જી.રીવા(મધ્યપ્રદેશ) હાલ રહે.જાલીડા રોયલ ઈન્ફોરર્મ વાળાને શોધી લઈ તેમની સાથે સુખ:દ મીલન કરાવવામાં વાંકાનેર સીટી પોલીસની સી-ટીમને સફળતા મળી હતી.