હળવદ : નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ગુજરાત રાજ્યમાં ડ્રાઈવ રાખેલ હોય જે અનુસંધાને જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાએ પીઆઈ વી.બી. જાડેજાને સૂચના આપતા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજા તથા જયેશભાઈ વાઘેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ માસથી ઈંગ્લીશ દારૂના ગુનામાં તથા મારામારીના ગુનામાં નાસતા ફરતા વિજય જયંતીભાઈ અઘારા (ઉં.વ.૩૫, રહે. જુના દેવળિયા, તાલુકો, હળવદ, જીલ્લો મોરબી) વાળાને હળવદ-માળીયા હાઈવે પર જુના દેવળીયા ગામની ચોકડી ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
આ કામગીરીમા એલ.સી.બી પીઆઈ વી.બી. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી. ડાભી, એ.એસ.આઇ. રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઇ મારવાણીયા, તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ વામજા, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહિલ, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ્ટેબલ બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.