રાજકોટની કે.આર.મોદી સ્કૂલના ધોરણ 11 કોમર્સમાં અભ્યાસમાં આવતા વાણિજ્ય વ્યવસ્થા વિષયની પ્રેક્ટિકલ માહિતી વિદ્યાથીઓ મેળવી શકે તે માટે શાળાના 65 જેટલા વિદ્યાર્થીઓને હરીપર પાસે આવેલ સિમાન્ટો વિટ્રીફાઈડ ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં વિદ્યાથીઓને સિરામિક વિભાગના વિવિધ ડીપાર્ટમેન્ટની માહિતી મેળવી ટાઈલ્સ કઈ રીતે નિર્માણ પામે છે તેની સંપૂર્ણ માહિતી પ્રત્યક્ષ રીતે આપવામાં આવી હતી.
રાજકોટની કે.આર.મોદી સ્કૂલનાં ધોરણ 11 ના કોમર્સ વિષયના વિધાર્થીઓને પ્રેક્ટિકલ માહિતી મેળવી શકે તે માટે શાળાના 65 વિદ્યાર્થીઓને હરીપર ખાતે આવેલ સિમાન્ટો વિક્ટ્રીફાઈડ ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગોની માહિતી આપી ટાઈલ્સ કેવી રીતે બને છે તે અંગેની પ્રત્યક્ષ માહિતી આપવામાં આવી હતી. સિમાન્ટો વિટ્રીફાઈડ કંપની દ્વારા વિદ્યાર્થીઓને એક શિક્ષકની માફક તમામ વિભાગો સારી રીતે સમજાવ્યા હતા. અને માટીથી ટાઈલ્સ બનવા સુધીની તમામ પ્રોસેસ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.