Thursday, December 26, 2024
HomeGujaratમોરબીના નેક્ષસ સિનેમા સામે સ્વીફ્ટ કારે બાઇક સવાર દંપતીને ઠોકરે ચડાવતા પતિનું...

મોરબીના નેક્ષસ સિનેમા સામે સ્વીફ્ટ કારે બાઇક સવાર દંપતીને ઠોકરે ચડાવતા પતિનું મૃત્યુ, પત્ની ગંભીર

મોરબીના અમરેલી ગામ નજીક નેક્ષસ સિનેમામાં ફિલ્મ જોવા આવતા બાઇક સવાર દંપતીને અકસ્માત નડ્યો હતો, જેમાં નેક્ષસ સિનેમા સામે આવેલ કટમાંથી અંદર આવતા હોય ત્યારે રોડ ઉપર ફૂલ સ્પીડે આવતી સ્વીફ્ટ કારે બાઇકને જોરદાર ટક્કર મારતા બંને પતિ-પત્ની હવામાં ફંગોળાય રોડ ઉપર પટકાયા હતા, જેમાં પતિનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે પત્નીને પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ રીફર કરવામાં આવી હોય હાલ તેની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે સ્વીફ્ટ કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

 

મોરબીમાં નાની વાવડી ગામ કેનાલ પાસે ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા કિશનભાઈ હરીશભાઈ માવદીયા અને તેમની પત્ની ચાંદનીબેન હોન્ડા સાઈન રજી.નં. જીજે-૩૬-એકે-૬૪૩૫ વાળું લઈને તાલુકાના અમરેલી ગામની સીમમાં આવેલ નેક્ષસ સિનેમામાં ફિલ્મ જોવા જતા હોય ત્યારે સિનેમા સામે રોડની કટમાંથી બાઇક બહાર કાઢતા જૂની આરટીઓ બાજુથી આવતી સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૧૩-એએમ-૫૮૯૭ના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં અને ગફલતભરી રીતે ચલાવી આવી હોન્ડા સાઈન બાઇકને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતના બનાવમાં બંને પતિ-પત્ની હવામાં ઉછળીને રોડ ઉપર પટકાયા હતા.

 

ત્યારે નેક્ષસ સિનેમામાં ફિલ્મ જોવા આવનાર કિશનભાઈના ભાઈ નિમિશભાઈ તેમજ આજુબાજુથી લોકો એકઠા થઇ ગયા હતા, ત્યારે બંને પતિ-પત્નીને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં કિશનભાઈને જોઈ તોએસી ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા, જ્યારે ચાંદનીબેનને પ્રાથમિક સારવાર આપી અતિ નાજુક સ્થિતિમાં રાજકોટ રીફર કર્યા હતા, ત્યારે અકસ્માતના બનાવ મામલે મૃતકના ભાઈ નિમિષભાઈ માવદીયાએ સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!