મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ રામચોક નજીક શંકાસ્પદ રીતે ઉભેલ ઈસમની તલાસી લેતા તેના પાસેથી વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૦૦/- મળી આવી હતી, જેથી તુરંત આરોપી યુસુફભાઈ મહમદભાઈ રતનીયા ઉવ.૨૦ રહે. કાલિકા પ્લોટ હુસેની ચોક, મૂળ રહે. જામનાગરવાળાની અટકાયત કરવામાં આવી છે. વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયેલ ઇસમની સઘન પૂછતાછમાં દારૂની બોટલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા રોહિતભાઈ જીવણદાસ દુધરેજીયા પાસેથી લઈ આવ્યાની કબુલાત આપતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.