પોલીસને દૂરથી જોઈ ભાગવા જતા મોપેડ સ્લીપ થતાં પડી ગયેલ ઇજાગ્રસ્ત ઇસમની સ્થળ ઉપરથી અટકાયત કરતી બી ડિવિઝન પોલીસ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં મોપેડ ઉપર વિદેશી દારૂની ખેપ મારવા આવતા એક ઇસમને વિદેશી દારૂની એમ બોટલ સાથે બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે પકડી લીધેલ છે, જો કે પોલીસને દૂરથી જોઈ નાસી જવા જતા મોપેડ સ્લીપ થઈ ગયું હોય જેથી ઇજાગ્રસ્ત બુટલેગરની અટકાયત કરી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે મોરબી-૨ ઇન્દિરાનગરમાં રહેતો મોહિત પરમાર ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એકે-૭૮૭૪માં વિદેશી દારૂ આપવા આવવાનો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમ ઇન્દિરાનગરના ખુલ્લા પટ્ટમાં વોચમાં હોય તે દરમિયાન બાતમી મુજબનું ઍક્સેસ મોપેડ આવતા તેને કોર્ડન કરી પકડવા જતા મોપેડ ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડ કરી ભાગવા પ્રયત્ન કરતા મોપેડ સ્લીપ થઈ ગયું હતું, જે બાદ પોલીસે તુરંત આરોપી મોહિતભાઈ મુકેશભાઈ પરમાર ઉવ.૨૨ રહે. મોરબી-૨ ઇન્દિરાનગર વિપુલનગર શેરી નં.૧ વાળાની ઇજાગ્રસ્ત હાલતમાં અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની રોયલ ચેલેન્જની એક બોટલ કિ.રૂ.૬૯૬/- પકડી લઈ ઍક્સેસ મોપેડ સહિત કુલ રૂ.૩૦,૬૯૬/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.