Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીના મકનસર ગામ નજીક ટ્રક-ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં પત્નીનું મૃત્યુ, પતિ ઇજાગ્રસ્ત

મોરબીના મકનસર ગામ નજીક ટ્રક-ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં પત્નીનું મૃત્યુ, પતિ ઇજાગ્રસ્ત

ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ગંભીર ઇજાઓ પામેલા દંપતીમાં લાંબી સારવારમાં પત્નીનું મોત.

- Advertisement -
- Advertisement -

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર મકનસર ગામે તા.૨૭/૧૦ના રોજ થયેલા ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું. આ અકસ્માતમાં ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા પતિ-પત્નીને થયેલ ઇજાઓમાં, પત્નીને કમર અને થાપા વચ્ચેના હાડકામાં થયેલ ફ્રેક્ચરમાં પથારીવશ લાંબી સારવારમાં મૃત્યુ નિપજતા પતિ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ પંચમહાલ જીલ્લાના રજાયતા ગામના નિવાસી દીલીપભાઈ રતીલાલભાઈ બલુભાઈ મુનીયા ઉવ.૨૮, ટ્રેક્ટર ડ્રાઈવીંગ કરતા હોય જે તેમના પત્ની ઉષાબેન સાથે, મોરબીના પીપળી ગામે ભાડેના મકાનમાં રહેતા હતા. ગઇ તા. ૨૭/૧૦ના રોજ વહેલી સવારમાં, દીલીપભાઈ અને તેમના પત્ની, ટાઇલ્સ ભરવા માટે સ્વરાજ ટ્રેક્ટર-ટ્રોલી રજી.નં. એમપી-૪૫-ઝેડઈ-૬૮૦૯ સાથે પીપળીથી ઢુંવા નજીક આવેલ વરમોરા સીરામીક તરફ જઈ રહ્યા હતા. ત્યારે મકનસર ગામ પાસે, સનસાઇન શાળાની સામે ટ્રેક્ટર લઈને દંપતી પહોંચ્યું હતું તેવામાં પાછળથી પુરઝડપે આવતા ટ્રક-ટેઇલર રજી. નં. આરજે-૧૯-જીજે-૫૮૨૮ વાળાએ ટ્રેક્ટર સાથે પાછળથી અથડાવ્યું હતુ. જેને લઈને દિલીપભાઈએ ટ્રેક્ટરનો કાબુ ગુમાવતાં ટ્રોલી પલટી ગઈ હતી, જે દરમિયાન દિલીપભાઈને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓના પત્ની ઉષાબેન રોડ ઉપર નીચે પટકાઈ જતાં તેમનાં કમરના ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી.

અકસ્માતની ઘટના બાદ, રસ્તેથી પસાર થતા લોકોની મદદથી એમ્બ્યુલન્સમાં બંનેને મોરબી સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. મોરબી બાદ, વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં પથારીવશ ઉષાબેનને સારવાર બાદ રજા આપી હતી જે બાદ દિલીપભાઈને પણ રજા આપી હતી ત્યારે પથારીવશ રહેલ ઉષાબેનનું ગત તા. ૦૫/૧૨ના રોજ તેમના વતન ખાતે મૃત્યુ નીપજ્યું હતું ત્યારે દિલીપભાઈએ આરોપી ટ્રક ટેઇલરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!