મોરબીમાં વાવડી રોડ ખાતે પ્રભુનગરમાં રહેતા ભગવાનભાઈ નાનજીભાઈ સોનગરા ઉવ.૪૯ નામના આધેડ ગઈકાલ તા.૧૫/૧૨ના રોજ વાવડી રોડ પ્રભુનગર ખાતે પોતાના ઘરે હોય ત્યારે રાત્રીના ૯ વાગ્યા પહેલા કોઈપણ સમયે બાથરૂમમાં ન્હાવા માટે ગયા હોય તે દરમિયાન ભગવાનભાઈને અચાનક જોરદાર હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ પરિવારના સભ્યો ભગવાનભાઈને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલે લાવતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા, ત્યારે મૃતકના પુત્ર ગૌતમભાઈ પાસે પ્રાથમિક વિગતો લઈ સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.