માળીયા(મી)ના હરીપર ગામ આંકડીયા વાંઢ પાસે મીઠાના પાટામાં દરિયાના ક્રિકમાંથી અજાણ્યા પુરુષ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ આશરે ૧૦ થી ૧૫ વર્ષ ધરાવતા પુરુષ બાળકનો હોય ત્યારે ઉપરોક્ત સ્થળે કોઈપણ કારણોસર મૃત્યુ થયું હોય તે હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લાશને હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે સ્થાનિક રહેવાસી વલીમામદભાઇ આમદભાઇ કટીયા ઉવ.૪૪ રહે.આંકડીયા વાઢ માળીયા(મી)ની પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.