મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર ટોકીઝ પાછળ મફતિયાપરાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ ચાલુ હોય તેવી મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૧૮૯ નંગ બોટલ કિ.રૂ. ૯૧,૪૬૭/- સાથે આરોપી અજીતભાઇ બચુભાઇ બણોધરા ઉવ.૩૩ રહે મોરબી-ર કુબેર ટોકીઝ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસેને પકડી લેવામાં આવ્યો છે. બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.