Monday, December 23, 2024
HomeGujaratમોરબી:પાડા-પુલ નીચે ભરાતી બજારમાંથી મળી આવેલ બાળકના માતા-પિતાને શોધી,સોંપી આપતી શી ટીમ 

મોરબી:પાડા-પુલ નીચે ભરાતી બજારમાંથી મળી આવેલ બાળકના માતા-પિતાને શોધી,સોંપી આપતી શી ટીમ 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની “SHE TEAM” દ્વારા ગુમ થયેલા બાળકનું માતા-પિતા સાથે પુનઃમિલન

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડીવીઝન પોલીસની “SHE TEAM” દ્વારા પાડા-પુલ નીચે રવિવારના રોજ ભરાતી બજારમાંથી મળી આવેલ પરપ્રાંતિય ૩ વર્ષના બાળકના માતા-પિતાની શોધખોળ બાદ ખાતરી કરીને સોંપવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં “SHE TEAM” કાર્યરત હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની પીસીઆર વાન મોરબી પાડા પુલ નીચે ભરાતી રવીવારી માર્કેટમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બપોરના અરસામાં એક નાનું બાળક મળી આવેલ હતું. બાળક આશરે ૩ વર્ષની ઉમરનુ હોય જેથી તેને સાથે રાખી તુરંત આજુબાજુમાં બાળકના વાલીવારસની શોધખોળ કરી પરંતુ બાળકના માતા-પિતા મળી આવેલ ન હોય જેથી બાળકને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ આવતા ‘સી ટીમે’ બાળકનો કબ્જો સંભાળી અને તેના વાલી વારસ શોધવા માટે કવાયત શરૂ કરી હતી.

સી ટીમના સ્ટાફે હિન્દીમાં બોલતા બાળકને કાલીધેલી ભાષા આધારે સમજવાનો પ્રયત્ન કરી અને બાળકને સાથે રાખી તેના વાલીને શોધવા કવાયત કરી ખુબજ ટુંકા સમયમાં મોરબી જેતપર રોડ ઉપરથી બાળકના વાલી નામે ભરમુ ધુમસિંહ રાણા ઉવ ૩૦ રહે.અમુલ કારખાના પાવડીયારી કેનાલ પાસે તા.જી મોરબી વાળાને શોધી ખાત્રી કરી અને મળી આવેલ બાળક ઉવ.૩ ને તેના માતા પિતાને સોંપી આપેલ હતો. આ સાથે મળી આવેલ બાળકના માતા પિતા તેના બાળકને શોધતા હોય ત્યારે પોલીસ દ્વારા બાળક મળી જતા રાહતનો શ્વાસ લીધેલ હતો. આમ એક બાળકને તેના માતા પિતા સાથે મિલન કરાવવામાં મોરબી સીટી બી ડીવી પોલીસ “SHE TEAM” દ્વારા કુશળ અને દ્રષ્ટાંત રૂપ કામગીરી કરીને સફળતા મળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!