સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમા દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવશે.
મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા રામદેવ રામાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કથા ૨૪ ડિસેમ્બરથી શરૂ થઈ ૩૦ ડિસેમ્બર સુધી ચાલશે. કથાના વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમા છે, જે ભક્તોને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.
મોરબીના રામધન આશ્રમ ખાતે જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા ભવ્ય અને પાવન રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા મંગળવાર, ૨૪ડિસેમ્બરના રોજ પ્રારંભ થશે અને સોમવાર, ૩૦ ડિસેમ્બરના રોજ વિરામ પામશે. આ સાથે કથાનો સમય સવારે: ૯ થી ૧૨ તથા બપોરે: ૨ થી ૫ વાગ્યા સુધી રહેશે. કથાના વક્તા સંત શ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમા છે, જે ભક્તોને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન અનેક પવિત્ર પ્રસંગોનું આયોજન કરવામાં આવશે, જેમાં સંતો-મહંતો, રાજકીય અને સામાજિક આગેવાનો, તથા વિભિન્ન મંડળો ઉપસ્થિત રહેશે. તા. ૨૬ ડિસેમ્બરને ગુરૂવારે ભક્તો માટે ચાર જુગનો પાટના દર્શન અને ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન બપોરે ૨ થી ૬ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે.
વધુમાં કથામાં આવતા પાવન પ્રસંગોમાં શ્રી રામ પ્રાગટ્ય અને શ્રીકૃષ્ણ નંદ મહોત્સવ-૨૫ ડિસેમ્બર (બુધવાર), શ્રી રામદેવજી પ્રાગટ્ય-૨૬ ડિસેમ્બર (ગુરૂવાર), ભૈરવ ઉધ્ધાર- ૨૭ડિસેમ્બર (શુક્રવાર), શ્રી રામદેવજી મહારાજના વિવાહ પ્રસંગ- ૨૮ ડિસેમ્બર (શનિવાર), પાટનો મહિમા અને ગતગંગાના ભક્તોની કથા ૨૯ ડિસેમ્બર (રવિવાર), કથા વિરામ- ૩૦ ડિસેમ્બર (સોમવાર)
આ સાથે જય માતાજી ગુરૂકૃપા સેવા સમિતિ દ્વારા આ ભવ્ય કથામાં ભાગ લેવા તેમજ કથા શ્રવણ માટે તમામ ભાવિક ભકતોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.