રાજકોટની યુવતીની તાંત્રિક નવલસિંહ ચાવડા અને તેની પત્ની સહિત ચાર આરોપીઓએ ભેગા મળી યુવતીની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી વાંકાનેરમાં દાટી દીધા હતા. જે મામલમાં પોલીસે ચારમાંથી બે આરોપીની ધરપકડ કરી છે. જે બંને આરોપીને પકડી વઢવાણ ખાતે તાંત્રિક નવલસિંહના ઘરે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના તાંત્રિક નવલસિંહ ચાવડા અને તેની પત્ની સહિત ચાર આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ થયો હતો. જે મામલમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. ચારે આરોપીઓએ સાથે મળી રાજકોટની યુવતીની હત્યા કરી નાખી હતી. વાંકાનેર સિટી પોલીસ મથકમાં નવલસિંહ ચાવડા, સોનલ નવલસિંહ ચાવડા, શક્તિ રાજ ચાવડા અને જીગર ગોહિલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. રાજકોટની યુવતી નગ્મા મુકાસમને મારી નાખી મૃતદેહના કટકા કરી વાંકાનેરમાં દાટી દીધા હતા. જે નવલસિંહની પત્ની આરોપી સોનલ ચાવડા અને શક્તિરાજ ચાવડાની વાંકાનેર સિટી પોલીસે ધરપકડ કરી છે. બન્ને આરોપીઓને તાંત્રિક નવલસિંહના ઘરે બનાવ સ્થળ વઢવાણ ખાતે લઇ જઇ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ રહી છે.