૩૧ ડિસેમ્બરને પગલે દારૂની રેલમછેલ રોકવા બી ડિવિઝન પોલીસની ચાંપતી કાર્યવાહી
મોરબી:૩૧ ડિસેમ્બર નજીક આવતાં દારૂના વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા મોરબી સીટી બી ડીવીઝન પોલીસની ટીમે પૂર્વ બાતમીને આધારે વીસીપરા જલારામ પાર્ક પાછળ ભવાનભાઈના મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની ૧૫૬ નંગ બોટલ ઝડપી લીધી હતી, આ સાથે આરોપી ભાડુઆત ઇસમની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એન.એ.વસાવાના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન હેડ કોન્સ જગદીશભાઇ ડાંગર, કોન્સ અજયસિંહ રાણા તથા દશરથસિંહ મસાણીને ખાનગી હકીકત મળેલ કે મોરબી વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ ભવાનભાઇના મકાનમાં ભાડેથી રહેતો આરોપી મહેબુબ ઉર્ફે મેબલો પોતાના કબ્જા ભોગવટા મકાનમાં વિદેશી દારૂ ઉતારીને તેનું ગેરકાયદેસર વેચાણ કરતો હોય જેથી તુરંત ઉપરોક્ત સ્થળે દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૧૫૬ જેની કુલ કિ.રૂ ૧,૦૫,૨૫૨/- ના મુદામાલ સાથે આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઈ સુમરા ઉવ.૩૧ રહે.મોરબી વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ ભવાનભાઇ મકાનમાં ભાડે વાળાને સ્થળ ઉપરથી પકડી લેવામાં આવી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી છે.