મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડીમાં રહેતા રમેશભાઈ ગીધાભાઈ કગથરા ઉવ.૪૫ એ કોઈ કારણોસર પોતાના રહેણાંક મકાનમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મરણ જનારની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ કરાવવા લઇ જતા ફરજ પરના ડોક્ટરે બનાવની જાણ પોલીસને કરતા બી ડિવિઝન પોલીસે અ.મોત દાખલ કરી લાશનુ ઇન્કવેસ્ટ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.