Saturday, December 21, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં અલગ-અલગ ચાર અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાયા

મોરબી જીલ્લામાં અલગ-અલગ ચાર અપમૃત્યુના બનાવ પોલીસ ચોપડે નોંધાયા

મોરબી જીલ્લામાં ચાર જુદા-જુદા બનાવોમાં ચાર લોકોના મૃત્યું થયા હતા. જેમાં મોરબી, વાંકાનેર, હળવદ અને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અપમૃત્યુના બનાવમાં પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ અપમૃત્યુના બનાવમાં

મોરબી મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપરથી બેઠા પુલ નીચે કાલિકા પ્લોટ પરસોતમ ચોક હુડકો ક્વાર્ટરમાં રહેતા રાજુભાઇ સોંડાભાઈ ઠુગા કોઇ કારણોસર નીચે પડી જતા તેઓને ગંભીર ઇજાઓને કારણે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે રાજુભાઈ સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા.

બીજા બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢુંવા ગામ નજીક ફેવરીટ પ્લસ કારખાના પાછળ મેલડી માતાના મંદિર પાસેના કોઝવેના હોકળામાં એક અજાણ્યો પુરુષ (ઉમર આશરે ૩૫-૪૦ વર્ષ) પગ લપસતા પાણીમાં પડી ગયા હતા, જેના કારણે તેમનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું.

આ ઉપરાંત અપમૃત્યુના ત્રીજા બનાવમાં હળવદમાં રણમલપુર વાડી વિસ્તારમાં વિનોદભાઈ પ્રભુભાઈની વાડીએ કોઈ કારણોસર વીજશોક લાગતા મહેશભાઈ કાંતીભાઈ નાયકનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની લાશ પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

અપમૃત્યુના ચોથા બનાવમાં ગઈ તા.૨૦/૧૧ ના રોજ માળીયા(મી) તાલુકાના સરવડ ગામે ભનાભાઈની વાડીએ ખેત મજૂરી કરતા મૂળ એમપી રાજ્યના રાકેશભાઈ તેમની પત્ની તથા તેમની બેન ૧૫ વર્ષીય અનિતાબેન એમ ત્રણેય ઝેરી દવાનો છંટકાવ કરતા હોય તે દરમિયાન અનિતાબેનને ઝેરી દવાની અસર થઈ જવાથી પ્રથા. મોરબી બાદ વાંકાનેર જ્યાંથી એમપી ખાતે રતલામ ચિકિત્સા મહાવિધ્યાલયમાં સારવારમાં હોય ત્યારે તા.૦૮/૧૨ના રોજ અનિતાબેન શોભરામ ડામોરનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!