Saturday, December 21, 2024
HomeGujaratરાજકોટ:આજીડેમ પોલીસે ચોરીના ૧૩ મોટર સાયકલ સાથે રીઢા બાઈકચોરને ઝડપી પાડયો 

રાજકોટ:આજીડેમ પોલીસે ચોરીના ૧૩ મોટર સાયકલ સાથે રીઢા બાઈકચોરને ઝડપી પાડયો 

આજીડેમ પોલીસે રાજકોટ, કોઠારીયા રીંગ રોડ, ખોખડદડ પુલ પાસેથી બે આરોપીઓને ચોરીના હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે પકડી પાડયા હતા.પોલીસે પોકેટકોપ તેમજ ઇ-ગુજકોપમાં સર્ચના આધારે તપાસ કરતા મોટર સાયકલ ચોરી કર્યાનું સામે આવતા તેમની વધુ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં આરોપીઓએ અન્ય ૧૨ સહિત કુલ ૧૩ મોટર સાયકલ ચોરીની કબૂલાત આપી હતી. આજીડેમ પોલીસે ૧૩ મોટર સાયકલ કિંમત રૂ.૫,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર,પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, સંયુકત પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવ (પૂર્વ વિભાગના) ના માર્ગદર્શન હેઠળ સઘન પેટ્રોલીંગ કરી મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હા શોધી કાઢવા તથા ગુન્હા બનતા અટકાવવા સુચના આપી હતી. જે અંતર્ગત ગઈકાલ તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.જાડેજાની રાહબરીમાં સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી.રાણા, સર્વેલન્સ સ્કોડના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી.રાણા,પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ઝાપડા, પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ કોઠીવાળ, જગદીશસિંહ પરમાર, ગોપાલભાઈ બોળીયાને સંયુક્ત રીતે બાતમી મળી કે રાજકોટ, કોઠારીયા રીંગ રોડ, ખોખડદડ પુલ પાસેથી રવી ઉર્ફે કાલી રસિકભાઈ સોલંકી અને મીત સુરેશભાઈ વ્યાસ નામનાં આરોપીઓ ચોરીના હિરો સસ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં.GJ03LH 3996 સાથે પકડી પાડી પોકેટકોપ તેમજ ઇ-ગુજકોપમાં સર્ચના આધારે તપાસ કરતા રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૮૦૦૨૨૪૧૦૬૫/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો દાખલ થયો હતો. જે અનડીટેકટ ગુન્હાના આરોપીઓને પકડી પાડી મોટર સાઈકલ ચોરી ડીટેક્ટ કરી બન્ને આરોપીઓની પોલીસ કસ્ટડી દરમિયાન યુક્તિ-પ્રયુકિતથી આગવી ઢબે પુછપરછ કરતા આરોપી રવી ઉર્ફે કાલી રસીકભાઈ સોલંકીએ આ સિવાય છેલ્લા બે મહીનામાં રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તથા રાજકોટ ગ્રામ્યના જેતપુર, ઉપલેટા, શાપર-વેરાવળ ખાતેથી મોટર સાઈકલ સિવાય અન્ય કુલ-૧૨ મોટર સાઈકલની ચોરી કર્યાની હોવાની કબુલાત આપી હતી. જે તમામ મોટર સાઈકલ આરોપી મીત સુરેશભાઈ વ્યાસને વેંચાણ કરવા માટે આપેલ હતું તે મોટર સાઈકલ મીત સુરેશભાઈ વ્યાસએ ધોરાજી ખાતે અલગ- અલગ વ્યક્તિઓને વેંચાણ કરી તેમજ એક મોટર સાઈકલ લાખણકા ગામ ખાતે વેંચાણ કર્યાની કબૂલાત આપી હતી. જે ચોરીમાં ગયેલ મોટર સાઈકલ અલગ-અલગ જગ્યાએથી રીકવર કરી તમામ મોટર સાઈકલ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આજીડેમ પોલીસે કુલ ૧૩ મોટર સાયકલ કિંમત રૂ. ૫,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહિ હાથ ધરી છે..જેમાં આરોપી રવી ઉર્ફે કાલી રસિકભાઈ સોલંકી ઉપર અલગ અલગ ૧૧ જેટલા પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ દાખલ થયા છે…

જેમાં પોલીસ ઇન્સ્પેકટર એ.બી.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી.રાણા, એ.એસ.આઇ. હારૂનભાઇ ચાનીયા, રવિભાઇ વાંક, પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષભાઈ ચિરોડીયા, દિગ્પાલસિંહ જાડેજા, કિશોરભાઈ ઝાપડા પોલીસ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ ગોહીલ, દિવ્યરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગદિશસિંહ પરમાર, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, દેવાભાઈ ધરજીયા, સંજયરાજ બારોટ, વિશ્વરાજસિંહ પરમાર તથા કૃષ્ણવીરસિંહ ગોહીલ કામગીરીમાં જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!