માળીયા(મી) તાલુકાના ચીખલી ગામે શાંતિલાલની વાડીએ રહેતા લીલસિંગ ગુલીયાભાઈ નાયક ઉવ.૩૨ ગઈ તા.૧૮/૧૨ ના રોજ ઉપરોક્ત વાડીએ હતા ત્યારે રાત્રીના દસેક વાગ્યાના સુમારે લીલસિંગને કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા જેની ઝેરી અસરને લીધે તેઓને રાજકોટ સરકારી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં લીલસિંગનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.