મોરબી તાલુકાના માનસર ગામે મગનભાઈ પ્રેમજીભાઈ મેરજાની વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ખરગોન જિલ્લાના સાદડવન ગામના વતની મડીયાભાઈ હુકુમભાઈ દાવર ઉવ.૪૫ ગઈ તા. ૧૮ નવેમ્બરના રોજ સાંજના સુમારે બાઇક લઈને જતા હોય તે દરમિયાન માનસર ગામના સ્મશાનથી આગળ વોકળાના કાંઠા પાસે કોઈ કારણોસર બાઇક સહિત સ્લીપ થઈ જતા મડીયાભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને ખરગોન હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા, જ્યાં મડીયાભાઈનું ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ હતું, મૃત્યુના બનાવ અંગે મૃતકના પુત્રએ આપેલ પ્રાથમિક વિગતોને આધારે બનાવ માનસરનો હોય જેથી એમપી પોલીસે ઇન્વેસ્ટ પંચનામાં સહિતની કાર્યવાહી કરીને કેસના કાગળો મોરબી તાલુકા પોલીસ મથકમાં મોકલેલ જે આધારે તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.