મોરબી નેશનલ હાઇવે ઉપર ક્રિષ્ના ચેમ્બરમાં ‘ભુરા સ્પા’ માં ચાલી રહેલ દેહ વિક્રિય પ્રવૃત્તિ પકડાઈ
મોરબી નેશનલ હાઈવે પર બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે “ભુરા સ્પા” માં દેહવ્યાપારની પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ રેડમાં ભુરા સ્પાનો માલીક અને મેનેજર એમ બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે હજુ એક મુખ્ય આરોપી સહિત બે શખ્સો દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં સ્પાની આડમાં ચાલતી દેહવ્યાપરની પ્રવૃતિ બંધ કરાવવાની જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાને અનુસંધાને બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવાને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે મોરબી વાકાનેર નેશનલ હાઇવે બેંક ઓફ બરોડા પાછળ આવેલ ક્રિષ્ના ચેમ્બરના ત્રીજા માળે ‘ભુરા સ્પામાં’ તેના સંચાલકો પોતાના આર્થીક લાભ માટે બહારથી રૂપ લલનાઓ બોલાવી સ્પા ના ઓઠા તળે લલનાઓ સાથે શરીર સુખ માણવા માટે સવલતો પુરી પાડીને કુટણખાનું ચલાવે છે. જે મુજબની મળેલ હકિકત આધારે આ ‘ભુરા સ્પામાં’ રેઇડ કરતા દેહવિક્રીયના ધંધા સાથે જોડાયેલ સ્પાના સંચાલક તથા માલીક આરોપી પંકજભાઇ રમેશભાઇ સઠવા ઉવ.૨૪ રહે.હાલ ભુરા સ્પા એન્ડ હોટેલ તા.જી.મોરબી મૂળરહે. ભક્તિ ફળીયા હરખપુર તા.પાવી જેતપુર જી.છોટાઉદેપુર તથા સ્પા મેનેજર આરોપી નારણભાઇ પરષોતમભાઇ સિતાપરા ઉવ.૩૬ રહે. મોરબી-૨ ઉમીયાનગર તા.જી.મોરબી વાળાઓની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી છે, પકડાયેલ બંને આરોપીની સઘન પૂછતાછમાં અન્ય બે આરોપી વિજયભાઇ ઉર્ફે ભુરાભાઈ જેરામભાઈ પટેલ રહે.મોરબી તથા હિતેષભાઇ ભદ્રેચા રહે.હાલ ભુરા હોટલ એન્ડ સ્પા ક્રિષ્ના ચેમ્બર મોરબી મૂળરહે.પોરબંદરવાળા ના નામ ખુલ્યા હતા, હાલ બી ડિવિઝન પોલીસે હાજર નહીં મળી આવેલ બંને આરોપીઓને ફરાર દર્શાવી ચારેય આરોપીઓ વિરૂધ્ધ ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.