Saturday, December 21, 2024
HomeGujaratમોરબીના યુવાનો યુવતીઓ માટે આગામી લશ્કરી, અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)ની...

મોરબીના યુવાનો યુવતીઓ માટે આગામી લશ્કરી, અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)ની ભરતી માટે ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે

મોરબી:મોરબીના યુવાનો માટે લશ્કરી,અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે.જેમાં મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મોરબીના તમામ સમાજના યુવાનો અને યુવતીઓ માટે આગામી સમય માં સરકાર દ્વારા લશ્કરી, અર્ધલશ્કરી તેમજ લોકરક્ષક(પોલીસ)ની જે ભરતી આવી રહી હોય એના અનુલક્ષીને મોરબીનું યુવાધન ફિટનેસના વાંકે ફેઈલ ના થાય એ બાબતની ધ્યાન માં રાખીને ખાસ “ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

યંગ ઇન્ડિયા ગ્રૂપ આયોજિત તાલીમ વર્ષોના અનુભવી કોચ દ્વારા આપવામાં આવશે જેમના થકી રનિંગ કેમ કરવું?? યોગ્ય ડાયેટ શુ લેવુ?? તેમજ ફિટનેશ બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ પહેલાના ટ્રેનિંગ વર્ગમાં જોડાયેલા લોકોમાંથી 40 જેટલા લોકો પાસ થયા હતા. એ મોરબી માટે ગૌરવની બાબત છે. ત્યારે આ વર્ષે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ ટ્રેનિંગમાં જોડાવવા માટે તમામ અરજદારેએ પુરુ નામ, એડ્રેસ અને કાઈ ભરતી માટે જવા માંગો છો જેવી વિગત નીચેના નંબર પર તારીખ 23/12/24 સુધી માં વોટ્સએપ કરી દેવી અને આપેલ સૂચના નું પાલન કરવું. સંપર્ક સૂત્ર ભાઈઓ માટે

મો. 8000827577, બહેનો માટે – 89058 77190, 92759 51954 ઉપર કોન્ટેક કરવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની યાદીમાં જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!