મોરબી તાલુકાનાં ઝીકીયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ ૬૧.૭૦ % ભરાયેલ છે. જે ડેમની હેઠવાસના આવતા ચેકડેમ ભરવાના હોવાથી તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યે એક દરવાજો એક ફૂટ ખોલી 1246 ક્યુસેક પાણી છોડવામાં આવશે તેમ ઘોડાધ્રોઈ ડેમ સેક્શન ઓફિસર દ્વારા જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાનાં ઝીકીયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ ૬૧.૭૦ % ભરાયેલ છે. જે ડેમની હેઠવાસના આવતા ચેકડેમ ભરવાના હોવાથી તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ રાત્રે ૧૦:૦૦ વાગ્યે મોરબી તાલુકોના હેઠવાસમાં આવતા ચકપપર, ઝીકીયારી, જીવાપર, જેતપુર(મકુ),રાપર શાપર અને જસમતગઢ તેમજ માળિયા મીયાણા તાલુકાના સુલતાનપુર, માણાબા, અને ચિખલી ગામના લોકોને નદીનાં પટમાં અવર જવર ન કરવા તેમજ માલ-મીલકત માલઢોરને સલામત સ્થળે ખસેડી લેવા સુચના આપવામાં આવી છે. ઘોડાધ્રોઈ ડેમનો એક ગેટ એક ફૂટ ખોલી 1246 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તેમ ઝીકયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ સેક્શન ઓફિસર દ્વારા મોરબી કલેકટર, રાજકોટ સિંચાઇ વર્તુળ અધીક્ષક ઇજનેર સહિતના જવાબદાર અધિકારીઓ તેમજ નીચાણ વાળા વિસ્તારના લોકોને જાણ કરવામાં આવી છે.