મોરબીના પંચાસર ચોકડી મહાવીરનગરમાં પત્નીના પાડોશી સાથેના આડા સંબંધોની અફવા બાબતે પાડોશીને સમજાવવા ગયેલ પતિ ઉપર છરીથી હુમલો કરાયો હોવાનો મામલો હાલ અત્રેના પોલીસ મથકે નોંધાયો છે,
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં પંચાસર ચોકડી નજીક આવેલ મહાવીરનગરમાં રહેતા કાનજીભાઇ શંકરભાઇ સોનગરા ઉવ.૩૩ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બાબુભાઇ ભગવાનજી પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી કાનજીભાઇને ગામમાંથી એવી અફવા મળી કે તેમના પાડોશી બાબુભાઇ ભગવાનજીભાઇ પરમારને તેમની પત્ની સાથે આડા સંબંધ હોવાની ખોટી અફવા મળી હતી. જે બાબતે કાનજીભાઈએ પ્રથમ પોતાની પત્નીને આ બાબતે પૂછપરછ કરતા તેમને પાડોશી સાથેના આડા સંબંધની વાત ખોટી અને આધાર વિહોણી ગણાવી હતી. જે બાદ કાનજીભાઇ તેમના જમાઇ લાલજીભાઇને સાથે રાખી પાડોશી આરોપી બાબુભાઇને સમજાવવા શેરીમાં બોલાવ્યા હતા. ત્યારે વાતચીત દરમિયાન બાબુભાઇ ઉશ્કેરાઇ જઈ ગાળો આપી, પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરિયાદી કાનજીભાઇની ભુજામાં એક ઘા મારી આરોપી બાબુભાઇ સ્થળ ઉપરથી ચાલ્યો ગયો હતો.
ઇજાગ્રસ્ત હાલતમાં ફરિયાદી કાનજીભાઈને મોરબી સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા જ્યાંથી તેઓએ આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે આરોપી સને ગુનો નોંધી તેની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.