અજય લોરીયા પ્રેરિત પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નિર્મિત નંદીઘરમાં ૨૫ લાખનું દાન અર્પણ.
મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્રના નંદીઘરના લાભાર્થે કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવીના લોકડાયરામાં અજય લોરીયા પ્રેરિત પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિએ ૨૫ લાખનું દાન અર્પણ કર્યું છે. આ દાન અબોલ જીવ પ્રત્યેના તેમના દયાભાવનું પ્રતીક છે.
મોરબીમાં અબોલ જીવોની સેવા માટે કાર્યરત કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદીઘર નિર્માણ માટે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરોમાં પ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
ત્યારે આ લોકડાયરામાં સેવાભાવી અજય લોરીયા પ્રેરિત પાટીદાર નવરાત્રી મહોત્સવ સમિતિએ ૨૫ લાખ રૂપિયાનું દાન અર્પણ કરીને કર્તવ્ય જીવદયા કેન્દ્રના કાર્યને નવી દિશા અને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારે ૨૫ લાખ રૂપિયાનું માતબર દાન અર્પણ કરી અબોલ જીવ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી ધન્યતા અનુભવી હતી.