મોરબીના જોધપર નદી પાસે આવેલ શિવસેતુ પોલીપેક નામની ભાગીદારી પેઢીના ભાગીદાર વત્સલભાઈ પ્રવિણભાઈ ઉપાધ્યાયએ સુરતના વન સ્ટોપ પ્રોપ્રાયટરી કન્સર્નના પ્રોપ્રાયટર પુજા વિશાલ ઉપાધ્યાયએ ઉધારમાં પીપી વુવન ફેબ્રીક્સની ખરીદી કરી ખરીદ કરેલ માલની રકમ રૂા.૩૦,૦૯,૭૦૫/- ચૂકવવા ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થતાં ફરિયાદીએ ફરિયાદ કરતાં કોર્ટે દ્વારા આરોપીને સજા ફટકારવામાં આવી છે.
મોરબીના જોધપર નદી પાસે આવેલ શિવસેતુ પોલીપેક નામની ભાગીદારી પેઢીના ભાગીદાર વત્સલભાઈ પ્રવિણભાઈ ઉપાધ્યાય, રહે. મોરબીવાળા પાસેથી સુરતના વન સ્ટોપ પ્રોપ્રાયટરી કન્સર્નના પ્રોપ્રાયટર પુજા વિશાલ ઉપાધ્યાયએ ઉધારમાં પીપી વુવન ફેબ્રીક્સ (હાર્ડવેર પ્રોડકટસ) ની ખરીદી કરી, ખરીદ કરેલ માલની રકમ રૂા.૩૦,૦૯,૭૦૫/- ચૂકવવા ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા ફરીયાદી વત્સલભાઈ ઉપાધ્યાયએ એડવોકેટ ચિરાગભાઈ કારીઆ મારફત ચેક પરત ફર્યાની અને ચેકની રકમ વસુલ આપવા અંગેની નોટીસ આપવા છતા આરોપી પુજા વિશાલ ઉપાધ્યાયએ, ફરીયાદીને ચોક્કસ સમયમાં ચેકની રકમ ન ચૂકવતા આરોપી પુજા વિશાલ ઉપાધ્યાય સામે ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટસ એકટની કલમ ૧૩૮ અન્વયે ફોજદારી કેસ નાં. ૫૪૦૯/૨૦રર થી દાખલ કર્યો હતો. જે કેસ મોરબીના એડિશનલ ચીફ જયુડીસિયલ મેજિસ્ટ્રેટ ડી. કે. ચંદનાનીની કોર્ટમાં ચાલી જતા, અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમ બાકી રહેતી રકમ રૂા. ૧૮,૬૮,૭૦૫ /- ની બમણી રકમ રૂા. ૩૭,૩૭,૪૧૦/- નો દંડ ફરમાવવામાં આવ્યો છે.તે દંડની રકમ માંથી, ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ, ફરીયાદ તારીખથી ચુકવણી તારીખ સુધીના વાર્ષિક ૯% વ્યાજ સહિત ચૂકવી આપવા તેમજ દંડ ભરવામાં કસુરવાર ઠરે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. ફરીયાદી વતી એડવોકેટ ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીઆ અને રવિભાઈ કિશોરભાઈ કારિયા રોકાયા હતા.