શહેરના ઝાપે કુબેરનાથ મહાદેવ અને સુખનાથ મહાદેવ મંદિરે પુજા અર્ચના બાદ મચ્છોમાં મંદિરે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
ટંકારામાં પ્રથમ વખત દશનામ ગોસ્વામી સમાજનું તાલુકા કક્ષાનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં પ્રમુખશ્રી મુકેશ ગીરી ગોસ્વામી ઉપપ્રમુખશ્રી ધર્મેન્દ્રપુરી ગોસ્વામી તથા સમસ્ત ટંકારા દશનામ સમાજ ના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
અને આ પ્રસંગમાં મોરબી રાજકોટ તથા અન્ય જગ્યાએથી દશનામ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા