શ્રી ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબીનો ૨૨ મો સ્નેહ મિલન સંમેલન ૨૨/૧૨/૨૦૨૪ ને રવિવારે કલાસીક પાટીઁ પ્લોટ લીલાપર રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. સાંસદ પરસોત્તમભાઇ રૂપાલા દ્વારા દિપપ્રાગટય કરી સમારંભ શરૂ કરવામાં આવ્યો હતો. સમારંભ અધ્યક્ષ સ્થાને પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) હતા. જેમા બાળકોની રમતગમતની હરીફાઈ, હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામલિયાનો હાસ્યરસ કાર્યક્રમ યોજાયો હતો જેનો બાળકો અને વડીલોએ ખૂબ આનંદ મેળવ્યો હતો.
શ્રી ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળ મોરબી દ્વારા તા. ૨૨/૧૧/૨૦૨૪ ને રવિવારના રોજ કલાસિક પાર્ટી પ્લોટ લીલાપોર રોડ ખાતે સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવ્યું હતું. જે સમારંભ સાંસદ પરષોત્તમ રૂપાલા દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો. જે સમારંભના અઘ્યક્ષ સ્થાને પાટીદાર ભામાશા ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) હતા. મુખ્ય મહેમાન તરીકે જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,શ દુર્લભજીભાઈ દેથરિયા, પ્રકાશભાઈ વરમોરા તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો કન્યા છાત્રાલય સુરેન્દ્ર નગરના પ્રમુખ કાનજી ભાઈ પટેલ, ઉમાસંકુલ ધ્રાંગધ્રાના પ્રમુખ મુકેશભાઈ પટેલ, ઉમાસંકુલ માલવણના પ્રમુખ શિવલાલભાઈ પટેલ, ઝાલાવાડ ખાખરીયા સમાજ રાજકોટના પ્રમુખઅમિતભાઈ પારેજીયા, લખતર ઉમાધામના પ્રમુખ હસમુખભાઈ હાડી, સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ મનુભાઈ કૈલા, જિલ્લા પંચાયત સુરેન્દ્ર નગરના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, અગ્રણી બિલ્ડર પરેશભાઈ પટેલ, જીવરાજભાઈ ફૂલતરીયા, ગણેશભાઈ મેથાણીયા, અનિલભાઈ વરમોરા, મનોજભાઈ એરવાડિયા તથા ઝાલાવાડ સમાજના પૂર્વ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ આ તકે S.P.C.T અમદાવાદના પ્રમુખ ધનજીભાઈ સુરાણીએ શુભ સંદેશો આપ્યો હતો. જે સંમેલનમાં ઝાલાવાડ સમાજના ધોરણ ૧ થી લઈ પી.એચ.ડી. સુધીનાં તેજસ્વી તારલાઓને મહાનુભવોના હસ્તે શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝાલાવાડ સમાજના પ્રમુખ પ્રકાશભાઈ કાચરોલાની ટર્મ પૂરી થતાં તેમનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી. અને નવા પ્રમુખ તરીકે મહેશભાઈ ભોરણિયા તથા ઉપ પ્રમુખ તરીકે ભરતભાઈ નાયકપરાની નિમણૂક કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભોજન દાતા પરષોતમભાઈ વરમોરા (વરમોરા ગ્રુપ) તથા મહેશ ભાઈ ભોરણીયા (કૂશ ટ્રેડર્સ)નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જે સંમેલનમાં બાળકોને રમતગમત ની હરીફાઈ યોજવામાં આવી હતી. તેમજ ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામલીયાનો હાસ્યરસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનો આનંદ બાળકો તથા વડીલોએ ખૂબ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવા ઝાલાવાડ સમાજ મોરબીના તમામ કાર્ય કર્તાઓ ભારે જહેમત ઉઠાવી હતી….