Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીમાં જીલ્લા કક્ષાના યોગ એવોર્ડ માટે શ્રેષ્ઠ યોગ કોચ અને યોગ ટ્રેઈનરની...

મોરબીમાં જીલ્લા કક્ષાના યોગ એવોર્ડ માટે શ્રેષ્ઠ યોગ કોચ અને યોગ ટ્રેઈનરની પસંદગી કરવામાં આવશે.

મોરબી:રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર રમત- ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી વર્ષમાં તારીખ ૨૬ નવેમ્બર ૨૦૨૫ના રોજ યોગ એવોર્ડ આપવામાં આવશે. જેમાં ત્રણ કેટેગરીમાં યોગ એવોર્ડ આપવામાં આવશે. જે પૈકી શ્રેષ્ઠ યોગ કોચ તથા શ્રેષ્ઠ યોગ ટ્રેઈનરમાં મોરબી જીલ્લા કક્ષાએ કરવામાં આવશે. જ્યારે શ્રેષ્ઠ યોગ કો- ઓર્ડીનેટરની પસંદગી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રત્યેક જીલ્લામાંથી આવેલા નામની દરખાસ્તના આધારે પસંદગી કરાશે:અરજીઓ મંગાવાઈ

- Advertisement -
- Advertisement -

જે અંતર્ગત મોરબી જીલ્લામાં શ્રેષ્ઠ યોગ કોચ તથા શ્રેષ્ઠ યોગ ટ્રેઈનર માટેની અરજી આગામી તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધીમાં જીલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નંબર ૨૫૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી– ૨ ખાતે કચેરી સમય દરમ્યાન મોકલી આપવાની રહેશે. અરજી કરતી વખતે નામ, ફોટો, સરનામું, મોબાઇલ નંબર તેમજ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન યોગ ક્ષેત્રમાં કરેલી પ્રવૃત્તિઓના ફોટોગ્રાફ્સ સાથે જોડીને અરજી કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અરજી કરનારી વ્યક્તિ યોગ કોચ કે યોગ ટ્રેઈનર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે સંકળાયેલા હોવા જોઇએ. તેમજ તેઓ યોગ બોર્ડનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઇએ. આ એવોર્ડ કેટેગરી પ્રમાણે એક જ વાર મળવાપાત્ર છે. જેમાં કોઈપણ ઉંમરની વ્યક્તિ અરજી કરી શકે છે. નોમિનેશન સમયે તેણે/ તેણીએ ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષમાં યોગમાં યોગદાન આપેલું હોવું જોઇએ.

આ ઉપરાંત અધુરી વિગતોવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ એવોર્ડ માટેની પસંદગી જીલ્લા કક્ષાની પસંદગી સમિતિ દ્વારા મળેલી અરજીઓનું સ્ક્રિનિંગ કરીને પસંદગી કરવામાં આવશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તેમ જીલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી એચ.એ.વ્યાસ, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!