Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ:શિક્ષકને કાયદાનો પાઠ ભણાવતી પોલીસ

મોરબીમાં વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર લંપટ શિક્ષકની ધરપકડ:શિક્ષકને કાયદાનો પાઠ ભણાવતી પોલીસ

શિક્ષણ ક્ષેત્રની કલંકિત ઘટના અંગે વધુ વિગતો મેળવવા પોલીસે આરોપી લંપટ શિક્ષક પાસે કલાસીસ સ્થળે ‘રી-કન્ટ્રકશન’ કરાવ્યું

- Advertisement -
- Advertisement -

મોરબીના ઓરિએન્ટલ કલાસીસમાં ધો.૧૨ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ૧૫ દિવસથી શારીરિક અડપલા કરનાર શિક્ષક રવિન્દ્રકુમાર ત્રિવેદીની પોકસો હેઠળ ધરપકડ કરાઈ છે. ત્યારે લંપટ શિક્ષક પાસે પોલીસ દ્વારા રી-કન્સ્ટ્રક્શન કરીને સમગ્ર ઘટના તપાસવામાં આવી છે.

મોરબીના સૂર્યકીર્તિનગરમાં રહેતા અને મહારાણા પ્રતાપ સર્કલ પાસે ઓરિએન્ટલ કલાસીસ ચલાવતા રવિન્દ્રકુમાર રમેશચંદ્ર ત્રિવેદી સામે ધો. ૧૨ની વિદ્યાર્થિનીના પરિવારજનોએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ લંપટ શિક્ષક રવિન્દ્ર ત્રિવેદી છેલ્લા ૧૫ દિવસથી વિદ્યાર્થિની સાથે અડપલાં કરતા હોવાના આક્ષેપ સાથે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી લંપટ શિક્ષક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બીજીબાજુ વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા વારાફરતી મારપીટના આક્ષેપો સાથે શિક્ષકે પણ વિદ્યાર્થીનીના પરિવારજનો સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા મારપીટ કરવામાં ઇજાગ્રસ્ત લંપટ શિક્ષક આરોપી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હોય જ્યાંથી તબિયત સારી થતા પોલીસે આરોપીની કસ્ટડી લઈ તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ગઈકાલે આરોપી રવિન્દ્ર ત્રિવેદીને પોલીસ દ્વારા ઓરિએન્ટલ કલાસીસ ખાતે લઈ જઈ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!