સમગ્ર વિશ્વમાં ૨૧ મી ડીસેમ્બરના દિવસને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી થયું છે. ત્યારે પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની મોરબી સબ જેલમાં કેદીઓએ ઉજવણી કરી હતી.રાજ્ય યોગ બોર્ડ તેમજ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મોરબીની સબ જેલમાં કેદીઓને ધ્યાન કરાવી ધ્યાનથી થતાં ફાયદા વિશે સમજ આપી હતી.
સમગ્ર વિશ્વમાં ૨૧ ડિસેમ્બર પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાગરૂપે મોરબીમાં પણ ગુજરાત રાજ્ય બોર્ડ તેમજ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મોરબીની સબ જેલમાં કેદીઓને ધ્યાન કરાવી, ધ્યાનથી થતી ફાયદાઓ વિશે સમજ આપી હતી. કો ઓર્ડનેટર રૂપલબેન શાહ દ્વારા ધ્યાન વિશે હળવી શૈલીમાં ઊંડી સમજ આપી હતી. આર્ટ ઓફ લિવિંગના ટીચર અમિતભાઈ દેસાઈ, ભરતભાઈ કામરિયા અને ભવ્યભાઈ ચગ દ્વારા ધ્યાન કરાવી કેદીઓએ અનુભવ્યું હતું કે ધ્યાનથી તણાવમુક્ત તેમજ હિંસા મુક્ત સમાજ બની શકે છે.
આ તકે જેલના અધિકારી બાબરીયા સાહેબ તેમજ હાલપરા સાહેબે સાથ સહકાર આપી જણાવ્યું હતું કે ધ્યાનથી કેદીઓની માનસિક સ્થિતિ સુધરે છે. તેમજ વાણી અને વર્તનમાં સુધારો થાય છે. ભવિષ્યમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા સુદર્શન ક્રિયાનો કોર્ષનુ આયોજન થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી સંસ્થાનો આભાર માન્યો હતો..