Wednesday, December 25, 2024
HomeGujaratહળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપન દવેની નિયુક્તિ થતાં સન્માનમાં મળેલ ચલણી...

હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તપન દવેની નિયુક્તિ થતાં સન્માનમાં મળેલ ચલણી નોટના હારની રકમ ગૌમાતાને નીરણ લેવા માટે અર્પણ કરાઈ

આજરોજ હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે હળવદ ના સેવાભાવી નવયુવાન – ગૌભક્ત તપનભાઈ દવે ની નિયુક્તિ થતા તેમના અભિવાદન કાર્યક્રમ માં તેમના મિત્ર કેદારભાઈ રાવલ દ્વારા ૫૦૦ રૂપિયા ની ચલણી નોટ થી તૈયાર કરેલ હાર પહેરાવી અભિવાદન કર્યું હતું ત્યારે તેજ સમયે તપનભાઈ દવે એ નિર્ણય લીધો કે આ રકમ ગૌમાતા ના નીરણ માટે ઉપયોગ માં લેવામાં આવે ત્યારે આ સત્કાર્ય થકી તપન દવે એ સમાજ ને એક પ્રેરણા પૂરી પાડી છે અત્રે ઉલ્લેખનીય છે કે તપન દવે નાનપણ થી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલ છે જેમાં ગૌસેવા – નેત્રયજ્ઞ કેમ્પ – રક્તદાન શિબિર – મેડિકલ કેમ્પ સહિત સહિત કુદરતી કે કુત્રિમ આફત સમયે તપનભાઈ પોતાના મિત્ર વર્તુળ સાથે ખડેપગે સેવારત હોઈ છે ત્યારે તપન દવે એ ભૂતકાળ માં ગુજરાત માં સૌથી નાની વયે નગરપાલિકા માં ચૂંટાઈ આવી અને બાંધકામ સમિતિ – સેનીટેશન સમિતિ ચેરમેન ની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી સાથે સંગઠન માં યુવા મોરચા માં શહેર થી લઇ પ્રદેશ સુધી વિવિધ જવાબદારી નિભાવી ચૂક્યા છે સાથે રેલવે બોર્ડ ની વિભાગીય સમિતિ માં પણ સભ્ય તરીકે સેવા આપેલ છે ત્યારે બહોળા પ્રમાણ માં મિત્ર મંડળ ધરાવતા તપનભાઇ દવે ને મોબાઈલ નંબર 9727366100 પર શુભકામનાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!