મોરબી સિટી બી ડિવિજન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.જેમાં તેઓ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન રોડ પરથી મળેલ બિન વારસી બાઈકને તેના મૂળ માલિકને શોધી તેને પરત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સિટી બી ડિવિજન પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન તેઓને રોડ પરથી એક બાઈક બિનવારસી મળી આવેલ હતું, જેથી તેઓએ બાઈકનાં મૂળ માલિકની શોધખોળ હાથ ધરી હતી અને બાઈકની નંબર પ્લેટ તથા ચેસીસ નંબર પરથી મૂળ માલિક અંગે તપાસ કરી બાઈકનાં મૂળ માલિકને સંપર્ક કર્યો હતો, તેને આ બાઈક અહીં કેવી રીતે આવ્યું તે અંગે તપાસ કરતા યુવકે જણાવ્યું હતું કે, તેણે આ બાઈક તેના મિત્રને આપ્યું હતું. જે ત્યાં મૂકી જતો રહ્યો હોવાનું જણાવતા પોલીસે બાઈકના મૂળ માલિકને ડોક્યુમેન્ટ ચેક કરી બાઈક પરત કર્યું હતું.